પેપરલીકના જવાબદારોને 10 વર્ષની જેલ-એક કરોડનો દંડ

પેપરલીકના જવાબદારોને 10 વર્ષની જેલ-એક કરોડનો દંડ : ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં પેપરલીક મામલે બિલ મુકાયું છે.

  • ગુજરાત વિધાનસભામાં પેપરલીક મામલે મુકાયું બિલ
  • પેપરલીક મામલે સરકાર દ્વારા વિધેયક લવાશે
  • વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી
આ પણ વાંચો, A small AC that gives great cooling

 

ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે.

આ પણ વાંચો, ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ

પેપરલીકના જવાબદારોને પરીક્ષાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા

આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે.

આ પણ વાંચો, Petrol Diesel Business Start Sell Online

પેપરલીકના જવાબદારોને ગુનો બિનજામીનપાત્ર રહેશે

વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.

પેપરલીકના જવાબદારોને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!

પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં.  પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે.

આ પણ વાંચો, BSF Recruitment rectt.bsf.gov.in

About Author : Tushar Ahir
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group