Big news for ration card holders

Big news for ration card holders : ભારત ના સામાન્ય નાગરિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અવાર નવાર નવી નવી યોજનાઓ લાવતી હોય છે જેનાથી સામાન્ય નાગરિકને લાભ મળી રહે. આજે અમે આ લેખ માં રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતા 5 મોટા ફાયદાઓ વિશે વાત કરશું તો તમે આ લેખ ને અંત સુધી જરૂરથી વાંચજો.

Big news for ration card holders । રાશન કાર્ડ ધારકોની લાગી લોટરી 

હવે થી તમામ રાશનકાર્ડ ધારકોને નીચે મુજબના ફાયદાઓ મળશે.

  • આવનારા એપ્રિલ મહિનાથી બધીજ રાશની દુકાનો પર જુવાર, બાજરી અને રાગી નું વિતરણ કરવામાં આવશે.
  • NFSA ના તમામ રાશન કાર્ડ ધારકોને 1 કિલો વધારાના ચણા આપવામાં આવતા હતા જે રાજ્યના 75 જેટલા તાલુકાઓમાં લાગુ હતું, પરંતુ હવેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ નિયમ લાગુ થશે જેથી ગુજરાતની તમામ જનતાને આનો લાભ મળશે.
  • ગુજરાતના 14 જેટલા જિલ્લાઓની અંદર ફર્ટિલાઈટ ચોખા નું વિતરણ કરવામાં આવતું હતું જે હવે થી આખા ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે.

Big news for ration card holders । ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગ્રાહકો માટે 2165 કરોડ ની જોગવાઈ કરવામાં આવી.

  • 71 લાખ રાશનકાર્ડ ધારકોને અન્ન વિતરણ ની વ્યવસ્થા માટે 617 કરોડ
  • 39 લાખ કુટુંબોને વિના મુલ્યે 2 ગેસ સિલિન્ડર માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ
  • તુવેર દળ રાહત દરે આપવા માટે NFSA અંતર્ગત 277 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ખાદ્ય તેલ વિતરણ માટે 128 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ચણાના વિતરણ માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આયન અને આયોડીન યુક્ત મીઠા ના વિતરણ માટે 68 કરોડ ની જોગવાઈ
  • ફર્ટિલાઈટ ચોખા ના વિતરણ માટે 60 કરોડ રૂપિયાની જોગવાઈ

હવે થી રાશન ના વજન માં કોઈ પણ પ્રકારની ગડબડ નહિ થાય

વાસ્તવમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભાર્થીઓને અનાજનો જથ્થો પૂરો પાડવા માટે કેન્દ્ર સરકારે દરેક રાશનની દુકાન પર ઈલેકટ્રીક પોઇન્ટ ઓફ સેલ ડિવાઇસ ને ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો છે.

સ્માર્ટ રેશનકાર્ડ

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા તમામ રાજ્યો ની સરકારને સ્માર્ટ પીડીએસ સિસ્ટમ ને વહેલી તકે લાગુ કરવા માટે અપીલ કરી છે. આ સિસ્ટમ ના સંપૂર્ણ અમલીકરણ બાદ પરિવારનો કોઈ પણ સભ્ય સ્માર્ટ રેશન કાર્ડ બતાવીને રાશન લઇ શકશે.

મફત અનાજ 

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરુ કરવામાં આવી હતી જે 2023 ના છેલ્લા મહિના સુધી શરુ રહશે, જેમાં વધારાનું 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવશે.

મફત મળશે ઘઉં અને ચોખા આ રાશનકાર્ડ ધારકોને જાણો ક્યાં ક્યાં ધારકોને મળશે નીચે આપણે અહીં ક્લિક કરો પર ક્લિક કરીને.

અહીં ક્લિક કરો 

તેલ, ચા, દૂધ, અને ગેસ ને જાહેર વિતરણ માં સમાવેશ કરાશે.

અનાજ પુરવઠા વિભાગ લોકોને ચા પણ સસ્તા ભાવોમાં મળી રહે તે માટેનું આયોજન કરી રહી છે. અત્યારે 250 ગ્રામ ચા નૉંફેડ 80 રૂપિયાના ભાવે વેચાણ કરે છે. તેને સબસીડી ના આધારે તમામ કાર્ડ ધારકોને 50 રૂપિયામાં વેચાણ કરવામાં આવશે.. તમને જણાવી દયે કે રાજેસ્થાન અને ઉત્તરપ્રદેશ માં નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ ચાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગની બેઠક માં દૂધ ને પણ નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ આવતા કાર્ડ ધારકોને રાહત દરે આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. કાર્ડ ધારકોને 10 રૂપિયામાં 500 ગ્રામ દૂધ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.

આ સિવાય વાર્ષિક 12 લીટર જેટલું તેલ આપવાની પણ વિચારણા કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં 2 ગેસની બોટલો ફ્રી આપવામાં આવે છે.

રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોને મોંઘવારી માંથી રાહત આપવા માટે વાર્ષિક બે ગેસની બોટલો ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ત્રણ ત્રણ મહિના ના અરસામાં બોટલ આપવામાં આવી રહી છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી 200 રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 860 રૂપિયા ભોગવવામાં આવે છે.આ જાહેરાત થી લોકોને મોટી રાહત મળી છે.

જો આ લેખ તમને ઉપયોગી થયો હોય તો બીજા લોકોને પણ શેર કરો જેથી તે પણ માહિતી મેળવી શકે. નીચે મિત્રો સાથે સેર કરો ત્યાં વૉટ્સઍપ નું આઇકોન આપેલ હશે તેના પર ક્લિક કરીને શેર કરી શકો છો. અને અમારી મહેનત ને સાકાર કરી શકો છો. 

About Author : Tushar Ahir
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group