વિટામીન B-12ની ઉણપ હોય તો ઘરે બનાવો આ આયુર્વેદિક દેશી દવા

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે બનાવો આ આયુર્વેદિક દેશી દવા : વિટામિન B-12 એ શરીર માટે એક જરુરી પોષકતત્ત્વ છે, જે શરીરના નર્વસ સેલ્સને સ્વસ્થ રાખે છે. તે શરીરનાં લાલ રક્તકણો અને DNA બનાવવામાં મદદ કરે છે. વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે.

આમ, ન કરવાથી શરીરમાં વિટામિન B-12ની ઉણપ આવી શકે છે. ચાલો જાણીએ જનરલ ફિઝિશિયન ડૉ. અનિલ તોમર પાસેથી કે શરીરમાં વિટામિન B-12ની ઉણપ કયા કારણે થાય છે?

દરરોજ કેટલા પ્રમાણમાં વિટામિન B-12ની જરૂર પડે

ડૉ. તોમર કહે છે કે, આપણાં શરીરને દરરોજ લગભગ 2.4 mcg વિટામિન B-12ની જરૂર હોય છે. ખાસ કરીને જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય કે બળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય તેમને તેની વધુ જરૂર હોય છે. ઉંમર પ્રમાણે બાળકોમાં વિટામિન B-12ની માત્રા અલગ-અલગ હોય છે.

આ પણ વાંચો, તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર ને “પૂછ્યું એક રાતનો ભાવ”

વિટામિન B-12ની ઉણપનાં કારણે શું થાય?

શરીરમાં વિટામિન B-12ની ઉણપથી એનીમિયા જેવી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. વિટામિન B-12ની ઉણપથી થાક લાગવો કે નબળાઈ લાગવી, ઉબકા આવવા, ઊલટી કે ઝાડા થવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો થવો, ત્વચા પીળી પડી જવી, હાથ-પગમાં સુન્નતા આવવી, આંખોની રોશની ઓછી થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

વિટામિન B-12ની ઉણપ કેવી રીતે પૂરી કરવી

દહીં અને ચીઝ જેવા દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન B-12 સહિત ઘણાં વિટામિન્સ અને ખનિજો માટે સારા સ્રોત છે. એક કપ દૂધમાં 240 મિલી વિટામિન B-12 હોય છે, જે દૈનિક જરૂરિયાતનાં 46 ટકા છે. ચીઝ એ વિટામિન B-12નો સમૃદ્ધ સ્રોત પણ છે. વિટામિન B-12ની જરૂરિયાતનો લગભગ 28 ટકા હિસ્સો 22 ગ્રામ ચીઝમાં મળી રહે છે.

શાકાહારી છો તો ગભરાશો નહીં, વિટામિન B-12ની ઉણપને પૂરી કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ વિટામિન B-12 એ કોષો માટે જરુરી વિટામિન છે. તે જ્ઞાનતંતુઓ, રક્તકણો અને DNAને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એનિમલ પ્રોડક્ટ્સમાં આ વિટામિન હોય છે. માંસ, ઇંડા અને ડેરી ઉત્પાદનો સારા સ્રોત છે.

આ પણ વાંચો, The best signature maker app for your name

વિટામિન B-12 શા માટે મહત્વપૂર્ણ

વિટામિન B-12ની ઉણપના કારણે લોહીની ઉણપ જેવા ગંભીર પરિણામો આવી શકે છે. શાકાહારીઓએ વિટામિન B-12 કેવી રીતે મેળવવું? તે વિશે વધુ વિચારવાની જરૂર છે. વિટામિન B-12નાં કેટલાક શાકાહારી સ્ત્રોત પણ છે, જેમાં દૂધ અને પનીર જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

  • 1 કપ ફુલ ક્રિમ દૂધમાં 1.2 માઈક્રોગ્રામ કે (ડીવી)નું 50%
  • ફૂલ ક્રિમવાળા દહીંના 8 ઔંસમાં 1.1 માઈક્રોગ્રામ કે (ડીવી)નું 46%
  • સ્વિસ ચીઝના 1 ઔંસમાં 0.9 માઈક્રોગ્રામ કે (ડીવી)નું 38%
  • નાસ્તાની સાથે દહીં, બપોરના ભોજનના રુપમાં દૂધ અને નાસ્તાના રુપમાં પનીરની અમુક સ્લાઈસ ખાવ.

ફોર્ટિફાઇડ ખાદ્ય ચીજવસ્તુઓ

વિટામિન B-12થી સમૃદ્ધ ખોરાક તેની દૈનિક જરુરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરે છે. શાકાહારીઓ માટે આ વસ્તુ B-12નો સરળતાથી ઉપલબ્ધ સ્રોત છે. ફોર્ટિફાઇડ અનાજ નાસ્તાનો સારો વિકલ્પ છે. તેમાં 25% સુધી વિટામિન B-12 હોઈ શકે છે. જો કે, તે અલગ-અલગ બ્રાન્ડ્સમાં અલગ હોઈ શકે છે. ફોર્ટિફાઇડ ખાદ્ય પદાર્થો સામાન્ય રીતે શરીર માટે પચવામાં સરળ હોય છે જેનો અર્થ એ છે કે, તેનાથી શરીરને વિટામિન B-12 સરળતાથી મળી રહે છે.

આ પન વાંચો, The Staff Selection Commission ssc.nic.in

ન્યૂટ્રિશન યીસ્ટ

અન્ય એક પોષણયુક્ત આહાર કે, જેમાં વિટામિન B-12 હોય છે, તે પોષણથી ભરપૂર યીસ્ટ છે. તે શાકાહારીઓની પ્રિય વસ્તુ છે. ઘણાં લોકો ખોરાકમાં ચીઝી ટેસ્ટ લાવવા માટે તેનો ઉપયોગ કરે છે. એક ચમચી ફોર્ટિફાઇડ ન્યુટ્રિશન યીસ્ટ 2.4msg વિટામિન B-12 પૂરું પાડે છે. શાકાહારીઓ ચટણી, મરી અથવા કરીમાં યીસ્ટ ઉમેરી શકે છે. હેલ્ધી નાસ્તા માટે પોપકોર્ન પર યીસ્ટ છાંટો.

શિટેક મશરૂમ્સ

અમુક મશરુમ્સ જેમ કે શિટેકમાં વિટામિન B-12 હોય છે. જો કે, તેમાં વિટામિનનું સ્તર ઓછું હોય છે. વિટામિન B-12ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, 50 ગ્રામ સૂકા શિટેક મશરૂમ્સ ખાવાની જરૂર પડશે.

દરરોજ એક બેઠકમાં આટલા બધા મશરૂમ ખાવા કોઈ ઈચ્છશે નહીં. આવી સ્થિતિમાં, B-12ના સ્ત્રોતવાળી ડાયટમાં ફેરફાર કરવો શ્રેષ્ઠ છે. જેઓ મશરૂમ્સ પસંદ કરે છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે. B-12 બૂસ્ટરમાં સ્વાદિષ્ટ લંચ અથવા ડિનર માટે B-12 સમૃદ્ધ શિટેક મશરૂમ્સ સામેલ હોઈ શકે છે. વર્ષ 2017-18માં NCBI અભ્યાસની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, આપણા દેશની વસ્તીનાં 62% સગર્ભા સ્ત્રીઓ, 25-86% બાળકો, 21-41% કિશોરો, 11-90% વૃદ્ધોમાં આ વિટામિનની ઉણપ હતી.

આ પણ વાંચો, Wombo: Make your selfies sing

About Author : Tushar Ahir
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment