You are serching for Vikram Sarabhai Protsahan Yojana? આ લેખ માં વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના શું છે? જેને વિકાસ શિષ્યવૃત્તિ યોજના ના નામ થી પણ ઓળખવામાં આવે છે. વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજનાની વિશેષતા, ઉદેશ્ય, જરૂરી ડોકયુમેંટ, આ યોજના નો લાભ કોણ લઈ શકે? Vikram Sarabhai Protsahan Yojana માટે અરજી કેવી રીતે કરવી? તે બધી માહિતી તમને જેવા મળશે. જેવી આ યોજના ની તમામ માહિતી અહીંથી આપવામાં આવશે.
Vikram Sarabhai Protsahan Yojana 2023: આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે. વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે ખુબજ ઉમદા કામ કરી રહી છે. તાજેતરમાં વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા Vikram Sarabhai Scholarship Scheme 2022 શરૂ કરી છે.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના ની માહિતી
આર્ટિકલનું નામ | વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના |
લાભાર્થી | ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
મળવાપાત્ર શિષ્યવૃતિ | 60,000 થી 100000 સુધી |
હેતુ | બાળકોનો વિકાસ માટે |
અરજીની અંતિમ તારીખ | 20th January 2023 |
ચયનની તારીખ | 22nd January 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | Click Here |
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના 2023
વિક્રમ સારાભાઈ, આ નામ આજની આ દુનિયામાં કોણ નથી જાણતું. વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. જેમણે શરૂઆત કરી અવકાશ સંશોધનની. તમને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ ખુબજ મહત્વનો ફાળો આપ્યો છે. વિક્રમ સારાભાઇને પદ્મ ભૂષણ 1966 માં અને પદ્મ વિભૂષણ (મરણોત્તર) 1972 માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે ખુબજ ઉમદા કામ કરી રહી છે. તાજેતરમાં વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે.
Vikram Sarabhai Protsahan Yojana Agenda
- વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાએ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
- દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓનો લાભએ કન્યોઓને આપવામાં આવશે.
- અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી પણ ઓછી છે.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના માં મળવાપાત્ર સહાય
ધોરણ | શિષ્યવૃતિની વિગત |
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે | – ચાર વર્ષના સમયગાળામાં 1,00,000 (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. ધોરણ-9 માં 20,000 શિષ્યવૃતિ મળશે, ધોરણ-10 માં 20,000 શિષ્યવૃતિ મળશે, અને જો વિદ્યાર્થી ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ-11 માં 30,000/- મળશે. અને ધોરણ 12 માં 30,000 સ્કોલરશીપની રકમ મળશે. |
ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે | બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જે ધોરણ-11 દરમિયાન 30,000 રૂપિયા અને ધોરણ 12 દરમિયાન 30,000 મળવાપાત્ર થશે. |
Required Documents For Vikram Sarabhai Protsahan Yojana
વિકાસ સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા માટે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે:
- વિદ્યાર્થીનો ફોટો
- આવકનો દાખલો
- શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
- ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]
જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:
- બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
- ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના મહત્વની તારીખો
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ | 20 જાન્યુઆરી 2023 |
પસંદગીની પરીક્ષા | 22 જાન્યુઆરી 2023 |
- ધોરણ 9માં ₹20,000/-
- ધોરણ 10માં ₹20,000/-
- ધોરણ 11માં ₹30,000/-
- ધોરણ 12માં ₹30,000/-
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે અરજી કેવી રીતે કરવી?
STEP 1 : વિદ્યાર્થી એ સૌપ્રથમ વિકાસ સ્કોલરશીપ ની સતાવર વેબસાઇટ પર જવાનું રહેશે.
https://www.prl.res.in/Vikas/index.php?r=tbparticipants/create
STEP 2 : વેબસાઈટ પર આવ્યા બાદ “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનુંં રહેશે.
STEP 3 : નવા પેજ માં તમને “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” પ્રશ્ન પૂછવામાં આવશે.
STEP 4 : ત્યારબાદ તમારી વ્યક્તિગત, શાળાની વિગતો,પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
STEP 5 : છેલ્લે, વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને Captcha Code નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી
- સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 22nd January 2023 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે.
- સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની અવધિ એક કલાક ની રહેશે.
- સ્ક્રિનીંગ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના સંબધિત પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે.
- પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે.
- પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.
- પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.
- દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.

વિકાસ શિષ્યવૃત્તિ સંપર્ક માહિતી
સંયોજક, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ,
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા,
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯
ઈ-મેઈલ: vikas_scholarship@prl.res.in
વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સત્તાવાર વેબસાઈટ: https://www.prl.res.in/Vikas/
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) ની છેલ્લી તારીખ કઈ છે?
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) ની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) માટે અરજી કેવી રીતે કરવીમાટે અરજી કેવી રીતે કરવી એ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.