ગોવાને ટક્કર મારે એવા ગુજરાતના 5ફેમસ બીચ

ગોવાને ટક્કર મારે એવા ગુજરાતના 5 ફેમસ બીચ

મોટા ભાગના પ્રવાસીઓ ગોવામાં એડવેન્ચર એક્ટિવિટી કરવાથી લઈને નાઈટ લાઈફ એન્જોય કરવાનું પસંદ કરે છે

તમે ઘોંઘાટથી દૂર કોઈ શાંત સ્થળ શોધી રહ્યા છો તો ગુજરાતના સુંદર બીચ  તમારા માટે એક બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન  છે

તો ચાલો જાણીએ ગુજરાતના કેટલાક ફેમસ બીચ અને તેમની અનોખી ખાસિયતો વિશે

માંડવી બીચ કચ્છ ગુજરાતના કચ્છમાં સ્થિત માંડવી બીચ સનસેટના સુંદર નજારા માટે જાણીતું છેઅહીં તમે સનસેટના અદભૂત નજારાની સાથે જ ઘોડા અને ઊંટની સવારી કરીને બીચને એક્સપ્લોર પણ કરી શકો છો

ચોપાટી બીચ પોરબંદર ગુજરાતના પોરબંદરમાં આવેલ ચોપાટી બીચની ગણતરી દેશના સૌથી સ્વચ્છ બીચમાં થાય છે અમદાવાદથી લગભગ 394 કિલોમીટર દૂર આવેલું પોરબંદર ફેમિલી વેકેશન માટે બેસ્ટ ગણાય છે

માધવપુર બીચ માધવપુર બીચની મુલાકાત લઈને તમે દરિયામાં મોજમસ્તી કરવાની સાથે ઊંટની સવારી લોકલ વસ્તુઓની શોપિંગ અને ગુજરાતના ફેમસ ફૂડનો સ્વાદ પણ એન્જોય કરી શકો છો

સોમનાથ બીચ   સોમનાથ મંદિર પાસે આવેલ સોમનાથ બીચ પણ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાય છે સોમનાથ બીચનો સુંદર નજારો તમારી સફરને યાદગાર બનાવી શકે છે

દ્વારકા બીચ   દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે  તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે દ્વારકા બીચ પર જઈ શકો છો દ્વારકા બીચની સફર નવા વર્ષમાં તમારા માટે રિલેક્સિંગ થેરેપી તરીકે કામ કરી શકે છે