દિવાળી પહેલા તમારા ગંદા પંખાને આ રીતે સાફ કરો

Published on 18 -12022 By Tech2tips

ટૂંક સમય  માં જ દિવાળી આવી રહી છે અને આ સમય દરમિયાન લગભગ દરેક વ્યક્તિ  પોતપોતાની ઘરની સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે.

ઘરના દરેક ભાગને સાફ કરવું જરૂરી છે અને કેટલાક લોકો સફાઈમાં અઠવાડિયા કે દસ દિવસથી સફાઈ કરે છે.

લોકો કહે છે કે પંખાને સાફ કરવા કંટાળાજનક હોય છે. આવી સ્થિતિમાં અમે તમને પંખાને સાફ કરવાની સરળ ટિપ્સ જણાવીશું, જેની મદદથી પંખાને ફટાફટ સાફ કરી શકશો.

પંખાના પાંખિયાને તકિયાના કવરની અંદર નાખીને પછી કવરને બંને હાથથી દબાવવાનું છે. જ્યારે તમે પંખાના બ્લેડને સાફ કરશો તો બધી જ ગંદકી અને બધો કચરો સીધો ઓશીકાના કવરની અંદર આવી જશે. નીચે પડતા કચરાને પણ ફરીથી સાફ નહીં કરવો પડે.

તકિયાના કવરથી પંખાને સાફ સાફ કરો

તો આ ટ્રિક અપનાવો, સૂકા કપડાથી સાફ કરો જેથી સૂકી ધૂળ નીકળી જાય. ધ્યાન રાખો કે  ભીના કપડાનો ઉપયોગ ના કકરવો તેનથી ધૂળ વધુ ચોંટી જશે.

મહિનાઓથી પંખાની સફાઈ ના કરી હોય

ચીકણા અને સાફ કરવા માટે તમારે સાબુ ના ફીણની જરૂર પડશે કારણ કે તે મેલ જલ્દીથી સાફ થતો નથી. આ કિસ્સામાં તમારે ઓછામાં ઓછા બે વખત બ્લેડ સાફ કરવી પડશે.

ચીકણા  પંખાની સફાઈ

આ અંગત અનુભવ પરથી કહી શકાય કે પંખાને સાફ કરવા માટે તમારે ક્યારેય ગંદુ કપડું ન લેવું જોઈએ.

ગંદા કપડાથી ક્યારેય સાફ ના કરો

ઘણા લોકો માઈક્રોફાઈબર કાપડનો ઉપયોગ કરે છે જે એક સારો વિકલ્પ છે.

સાફ કોટનનું કપડું શ્રેષ્ઠ રહેશે

1. પંખો સાફ કરતી વખતે ચશ્મા કે સનગ્લાસ પહેરો. આ કચરાને આંખોમાં પડતા અટકાવશે.

પંખાને સાફ કરતા સમયે ધ્યાન માં રાખવા જેવી વાત 

2. ઘણા લોકોને ધૂળની એલર્જી હોય છે. આવી સ્થિતિમાં, સીલિંગ ફેન સાફ કરતી વખતે, નાક પર માસ્ક પહેરો અથવા રૂમાલ બાંધો.

3.જ્યારે પણ તમે સીલિંગ ફેન સાફ કરો છો ત્યારે નીચે રાખેલી વસ્તુઓને ચાદર કે કપડાની મદદથી સારી રીતે ઢાંકી દો. આનાથી, સફાઈ કર્યા પછી તમારું કામ વધશે નહીં અને પંખાની ગંદકી ચાદર પર જ રહેશે.

4. સીલિંગ ફેન સાફ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જો તમને ગરદનની સમસ્યા હોય તો વચ્ચે-વચ્ચે કામ કરો નહીંતર ગરદનની સમસ્યા વધી શકે છે.