ફ્લાવર અને બ્રોકોલીમાંથી આ રીતે દૂર કરો ઇયળો

ફ્લાવર અને બ્રોકોલીમાંથી આ રીતે દૂર કરો ઇયળો

ફ્લાવરનું શાક મોટાભાગે બધાને ભાવતુ હોય છે પરંતુ તેને રાંધતી વખતે સાવધાની રાખવાની જરૂર હોય છે

કારણ કે ઘણી વાર તેમાં ઇયળો પણ હોય છે

આજે અમે તમને જણાવીશું કે ફ્લાવર અને બ્રોકોલી જેવી શાકભાજીને કઇ રીતે સાફ કરવી

ફ્લાવરને મોટા મોટા 45 ટુકડામાં કાપી લો

હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર નાખો

આ ગરમ પાણીમાં ફ્લાવરના ટુકડાઓને 5 મિનીટ સુધી પલાળી રાખો

હવે નોર્મલ પાણીથી તેને ધોઇ લો

આ ટ્રીકથી શાકભાજીની બધી ઇયળો બહાર નીકળી આવશે